રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-RSS વર્ષ 2025માં તેની સ્થાપનાના 100 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. સ્થાપના બાદ ઘણા વર્ષોમાં RSSએ પોતાની જરૂરિયાત પ્રમાણે સંગઠનાત્મક ફેરફાર કર્યા છે. સ્વયંસેવકોના ગણવેશમાં પરિવર્તન બાદ હવે RSSએ તેના પ્રશિક્ષણ વર્ગ ‘સંઘ શિક્ષા વર્ગ’માં પણ ફેરફાર કર્યા છે.
કચ્છ જિલ્લાના ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય કારોબારી મંડળની બેઠકના અંતિમ દિવસેસરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે પત્રકાર પરિષદને સંબોધન કરી હતી. આ દરમિયાન દત્તાત્રેય હોસાબલે RSSના પ્રશિક્ષણ વર્ગ ‘સંઘ શિક્ષા વર્ગ’માં ફેરફાર અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે RSSના પ્રશિક્ષણ વર્ગ વર્ગો બદલવામાં આવ્યા છે, જેમાં યુવાનો અને પુખ્ત વયના લોકો સહિત દરેક વય જૂથ માટે અભ્યાસક્રમ અલગ -અલગ હશે. બૌદ્ધિક અને શારીરિક ઉપરાંત સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ યોગદાન આપવા માટે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.
દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે પહેલા સંઘ શિક્ષા વર્ગ 30 દિવસનો હતો, જેને ઘટાડીને 25 દિવસનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી સંઘ શિક્ષા વર્ગ દરમિયાન સ્વયંસેવકોને સમગ્ર વર્ગ દરમિયાન એક જ સ્થળે એક જ પરિસરમાં પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. હવે સંઘ શિક્ષા વર્ગ દરમિયાન સ્વયંસેવકોનેસામાજિક સેવાને લગતી પ્રેક્ટિકલ – પ્રત્યક્ષ તાલીમ માટે જે-તે પરિસર બહાર પ થોડા દિવસો માટે લઇ જવામાં આવશે.