રાજ્યમાં કેટલાય સમય પોલીસ વિભાગમાં ASI પોલીસ અધિકારીઓને PSIના પ્રમોશનની વાતો ચાલી રહી હતી, પરંતુ દિવાળી પહેલા જ ગુજરાત સરકાર આ મામલે નિર્ણય કરીને પોલીસ ખાતામાં મોટા પાયે બદલીના ઓર્ડર જાહેર કરી શકે છે તેવા સંકેતો આપ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે 538 બિન હથિયારી ASI અધિકારીઓને PSI તરીકેનું પ્રમોશન આપ્યું છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ હેડ કોસ્ટેબલ્સને ASIનું પ્રમોશન આપવામાં આવ્યું હતું, ત્યારે નવા 538 PSI આગામી દિવસોમાં પોલીસ બેડામાં ફરજ બજાવશે. દિવાળી પહેલા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ મામલે સત્તાવાર ઓર્ડર જાહેર કરવામાં આવી શકે તેમ છે.