મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) આંગણવાડીમાં 10,000 કરતા વધુ ભરતી આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. એક WCD અને બીજો ICDS (Integrated Child Development Services) છે.
WCD વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે. જયારે ICDS બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, આંગણવાડીઓ અને શિક્ષણલક્ષી કામગીરી કરે છે.
ICDS શાખા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓ પર ભરતી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.