ઉત્તરપ્રદેશના આગ્રા શહેરના રકાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૩૧/૦૭/૨૦૦૬ના રોજ એક સફેદ કલરની સેન્ટ્રો કાર (રજીસ્ટ્રેશન નંબર ૨૨૫૫) સળગીને ખાક થઈ ગઈ હતી. જે કારનો ચાલક પણ તેમાં સગળીને મૃત્યુ પામ્યો હતો. જે બાબતે રકાબગંજ પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ સંબંધે અકસ્માતે મોત રજીસ્ટર કરી તપાસ કરતા કારમાં સળગીને મૃત્યુ પામનાર વ્યક્તીની ઓળખ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી (રહે.ગામ ભટ્ટા પારસૌલ જી.ગૌતમબુધ્ધનગર ઉત્તરપ્રદેશ) તરીકેની થઈ હતી. અનિલસિંઘના પિતાજીએ અનિલસિંઘની ઓળખ કરી ડેડ બોડી સ્વીકારી તેની અંતીમવિધી કરી હતી. અનિલસિંઘના પિતા તથા તેના પરીવારે અનિલસિંઘને મૃત જાહેર કરી વિમાની માતબર રકમ મેળવી લીધી હતી.
ક્રાઈમ બ્રાચના પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ ત્રિવેદીને હકિકતની બાતમી મળી હતી કે, ઉપરોક્ત કાર અકસ્માતમાં મૃત જાહેર કરેલા અનિલસિંઘ ચૌધરી હાલ જીવીત છે અને અમદાવાદ ખાતે રાજકુમાર ચૌધરીના નામે રહે છે. જે હકિકતના આધારે આરોપી રાજકુમાર વિજયકુમાર ચૌધરી રહે-ઇ/૩૦૧ બાપાશ્રી પામ દિવ્યા રેસીડન્સી સામે મોહનનગર ચાર રસ્તા નિકોલ અમદાવાદને ગઈ કાલ તા.૦૭/૧૧/૨૦૨૩ના રોજ ગંગોત્રી સર્કલ નિકોલ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
પકડાયેલ આરોપી રાજકુમાર વિજયકુમાર ચૌધરીની પુછપરછમા હકિકત ધ્યાને આવી હતી કે, રાજકુમાર ચૌધરીનું પોતાનું સાચુ નામ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી છે, જે ગામ ભટ્ટા પારસૌલ જી.ગૌતમબુધ્ધનગર ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. અનિલસિંઘ પોતે સને-૨૦૦૬માં ગુજરાતના અમદાવાદ ખાતે આવ્યો અને પોતે પહેલા પોતાનું રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામનું ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવ્યું હતું, જે ડ્રાઈવીંગ લાયસન્સના આધારે આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી લીધેલા અને પોતે લોન પર પ્રથમ રીક્ષા અને ત્યાર બાદ ફોરવ્હીલ ગાડી ખરીદ કરી તે ચલાવા લાગેલા અનિલસિંઘ ચૌધરીએ અમદાવાદ આવી તેની પડોશમાં રહેતી મહિલા સાથે લગ્ન કર્યા હતા અને પોતાની પત્નીથી પણ હકિકત છુપાવી હતી. પકડાયેલો આરોપી આમદાવાદ આવ્યા બાદ ક્યારેય તેના વતન ગયો નથી. પકડાયેલા આરોપીને તેના પરીવાર સાથે મુલાકાત કરવી હોય તો પોતે દિલ્હી અથવા સુરત ખાતે મુલાકાત કરતા. આરોપીએ સને-૨૦૦૬થી આજદિન સુધી તેના પરીવારના કોઈપણ સભ્ય સાથે ટેલીફોનીક વાતચીત કરી નથી.
ભીક્ષુકને જમવામાં ઘેનની દવા આપી હતી
આરોપી તથા તેના પિતાએ સાથે મળીને એક પ્લાન બનાવેલો, જેમા તેના પિતાએ બનાવ બન્યો તે દિવસથી આશરે બે વર્ષ અગાઉ આરોપી અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરીના નામનો અકસ્માત મોતનો વિમો ઉતરાવ્યો અને યોજનાના ભાગ રૂપે બનાવના છ માસ પહેલા એક સેન્ટ્રો ફોરવ્હીલ કાર ખરીદી કરી હતી, જેનો પણ વિમો કરાવેલો હતો. આરોપીઓ પૈકી એક આરોપીએ ઘનકોરથી ગાઝીયાબાદ ટ્રેનમા ભીખ માંગતા એક ભીક્ષુકને સારી હોટલમાં જમવાનું જમાડવાની વાત કરી ગાડીમાં બેસાડી એક હોટલમા જમતા સમયે ઘેનની દવા નાખી દિધેલી બાદમા કારમા ભીક્ષુકને તેઓની સાથે લઈ જઈ રાત્રીના એક વાગ્યાના સમયે કારનો એક પોલ સાથે એક્સીડન્ટ કરી દીધો હતો. જ્યાર બાદ કારમા માત્ર ભીક્ષુકને બેસાડી કારને સળગાવી દિધેલી અને આરોપી પોતે અમદાવાદ આવી ગયેલો. આરોપીના પિતા તથા તેનો ભાઈ તથા અન્ય આરોપીઓ બનાવ સ્થળ છોડી પરત તેઓના ગામ જતા રહ્યા અને તપાસ કરતા પોલીસે આરોપી અનિલસિંઘના પિતાનો સંપર્ક કરતા તેઓએ ડેડ બોડી જોઈ પોતાના દિકરાની હોવાનું જણાવી ભીખારીની ડેડ બોડી લઈ જઈ પોતાના ગામમા અંતીમવિધી કરી દિધેલી અને બાદમા આરોપીના વિમાની રકમનો ક્લેમ કરી વિમાની રકમ તથા ગાડીના વિમાની રકમ મેળવી તેની વહેચણી કરી લીધેલી.