જમ્મુ કાશ્મીરના શોપિંયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ અથડામણ શોપિયાં જિલ્લાના કથોહલાન વિસ્તારમં રાતના સમયે થઇ હતી. સુરક્ષાદળોએ આતંકી પાસેથી હથિયાર અને દારૂ ગોળા સહિત આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે.
પોલીસે મૃત આતંકવાદીની ઓળખ મયસર અહમદ ડારના રૂપમાં કરી છે, જે તાજેતરમાં લશ્કર પ્રૉક્સી ટીઆરએફમાં સામેલ થયો હતો. તે સ્થાનિક હતો, શોપિયાંના વેશ્રોનો રહેવાસી હતો. તે એક અઠવાડિયા પહેલા આતંકી ગ્રુપમાં સામેલ થયો હતો. તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ વાતની જાણકારી કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી છે. 15 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા.





