ડુમસ રોડના એક ફાઉન્ડેશન ચલાવનારને ત્યાં ઇડીએ (એન્ફોર્સમેન્ટ ડિરેકોટોરેટ) દરોડા પાડયા છે. હવાલા મારફત વિદેશ રૂપિયા મોકલવામાં આવતા હોવાની શંકાના આધારે ઇડીએ વરાછા અને અડાજણમાં પણ દરોડા પાડ્યા હતા. ગત સાંજથી ચાલી રહેલી તપાસમાં એક કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે જ્યારે અનેક બેન્ક એકાઉન્ટ રડાર પર આવી ગયા છે.
આ ફાઉન્ડેશન ટ્રાવેલ, ફોરેક્સ ટ્રેડિંગ અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલુ છે. વરાછા અને કતારગામની આંગડિયા પેઢીમાં કરાયેલી તપાસની પુરતી વિગતો હજી આવી નથી. કહેવાય છે કે આ આંગડિયા પેઢી પણ હવાલના કારસ્તાનમાં સંડોવાયેલી છે. લાંબા સમય બાદ સુરત ઇડી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રો કહે છે કે ફાઉન્ડેશનના 7 જણા સામે તપાસ ચાલી રહી છે.
આ લોકો શરૂઆતથી આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલાં છે. ઇડીના ધ્યાને આવ્યું હતું કે જે હેતુ છે તેનાથી વિપરિત કામગીરી થઈ રહી છે. ઉપરાંત હવાલા મારફત રૂપિયા વિદેશ મોકલાઈ રહ્યા છે. તપાસમાં અત્યાર સુધી 15થી વધુ બેન્ક એકાન્ટની ખણખોદ કરી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં મોટી ગોબાચારીની આશંકા અધિકારીઓ સેવી રહ્યા છે.