ભારતનો સૌથી વધુ ઉજવાતો દિપાવલી તહેવાર શરૂ થઈ રહ્યો છે તે સમયે કેનેડામાં વસતા લાખો ભારતીયો પણ આ તહેવાર મનાવશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ અહી વસતા ભારતીયો સાથે ખાસ દિવાળી પુર્વેની ઉજવણી કરી હતી અને પાર્લીયામેન્ટ હીલમાં આ માટે એક ખાસ કાર્યક્રમ પણ યોજયો હતો. ટ્રુડોએ સૌને દિપાવલી અને નવા વર્ષની શુભેચ્છા પણ આપી હતી અને ભારતીય મિઠાઈની પણ મૌજ માણી હતી.