ICC વન ડે વર્લ્ડકપ 2023માં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આજે મેચ રમાશે. પાકિસ્તાન માટે સેમિ ફાઇનલમાં ક્વોલિફાઇ કરવાની આ અંતિમ તક છે. જોકે, પાકિસ્તાનનું સેમિ ફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય છે.
પાકિસ્તાને નેટ રનરેટ સુધારવા માટે ઇંગ્લેન્ડને મોટા માર્જિનથી હરાવવું પડશે. જોકે, એવું શક્ય નથી. ન્યૂઝીલેન્ડની ટીમ આ સમયે 0.743ની નેટ રનરેટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. પાકિસ્તાન 0.036ની નેટ રનરેટ અને 8 પોઇન્ટ સાથે પાંચમા સ્થાન પર છે. એવામાં પાકિસ્તાને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ માત્ર 2 પોઇન્ટ નથી જોઇતા પણ સારી નેટ રનરેટ પણ જરૂરી છે.
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ કરતા સારી નેટ રનરેટ માટે 287 રનથી મેચ જીતવી પડશે અને ટાર્ગેટનો પીછો કરતા 284 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરવી પડશે. જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરે છે તો પછી એક તક છે કે તે મોટો સ્કોર બનાવે અને ઇંગ્લેન્ડને જલ્દી ઓલ આઉટ કરી નાખે. જો પાકિસ્તાન પ્રથમ બોલિંગ કરે છે તો પ્રથમ બોલ નાખ્યા પહેલા જ મેચ પૂર્ણ થઇ જશે. પાકિસ્તાને પડકારનો પીછો કરતા 2.4 ઓવરમાં પડકાર ચેજ કરવો પડશે, જે અશક્ય છે. પાકિસ્તાન જો મેચ પહેલા ટોસ જીતશે અને તે પહેલા આંખ બંધ કરીને બેટિંગ કરવા માંગશે. જો ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી લીધો તો પાકિસ્તાનનો પ્લાન ફેલ થઇ જશે. મેચના પ્રથમ બોલ ફેક્યા પહેલા જ પાકિસ્તાન લગભગ મેચમાંથી બહાર થઇ જશે.