દિવાળીના અવસર પર ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. આવી સ્થિતિમાં ગઈ કાલે મુહૂર્તના વેપાર માટે બજાર સાંજે 6:15 થી 7:15 સુધી ખુલ્યું હતું. સેન્સેક્સ 354.77 પોઈન્ટ (0.55%)ના વધારા સાથે 65,259.45 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 100.20 પોઈન્ટ વધીને 19,525.55ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરોમાં તેજી જોવા મળી હતી.