રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા – RBIએ ખાનગી ક્ષેત્રની મોટી બેંક એક્સિસ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. બેંક સામે લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ બેંક દ્વારા તેના ગ્રાહકો પ્રત્યે દાખવવામાં આવેલી બેદરકારીને કારણે લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે બેંકે RBIના નિર્દેશોનું પાલન કર્યું નથી.
RBIએ એક્સિસ બેંકને 90.92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક્સિસ બેંક પર દંડ લગાવ્યા બાદ RBIએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે KYC ગાઇડલાઇન, રિસ્ક મેનેજમેન્ટ અને 2016ના લોન નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. જેના કારણે AXIS Bank પર દંડ ફટકારવામાં આવ્યો હતો.
એક્સિસ બેંકે ગ્રાહકોની ઓળખ અને સરનામા સાથે સંબંધિત રેકોર્ડને સુરક્ષિત રાખવામાં પણ બેદરકારી દાખવી હતી. ગ્રાહકોએ બેંક પર સતત ગ્રાહકોને ફોન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે રિકવરી એજન્ટો સામે પણ અનેક ફરિયાદો ખાતેદારો સામે આવી હતી.
તપાસ દરમિયાન, એક્સિસ બેંક પાસેથી એજન્ટો દ્વારા ગ્રાહકોને કરવામાં આવેલા કોલ્સનું રેકોર્ડિંગ પૂછવામાં આવ્યું હતું. જેથી બેંક તે પણ આપવામાં સફળ રહી ન હતી. તપાસ બાદ બેંકને જાણવા મળ્યું કે એક્સિસ બેંક ઘણા નિયમોનું પાલન કરતી નથી. તેથી, સેન્ટ્રલ બેંકે બેંક પર ભારે દંડ લગાવ્યો હતો. એક્સિસ બેંક પર લાદવામાં આવેલા આ દંડની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ માત્ર બેંકે જ દંડ ભરવો પડશે. આ દંડની અસર ચોક્કસપણે એક્સિસ બેંકના શેર પર જોવા મળી હતી. શુક્રવારે પણ આ સ્ટૉકમાં ઘટાડો જોવા મળ્યો હતો.