વર્લ્ડ કપ ફાઇનલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે જોવાની આતુરતા ધરાવતા ક્રિકેટ ચાહકો માટે રહેવાનું અને ટિકિટો મેળવવાનું કામ એક પડકાર બની ગયો છે.
અમદાવાદમાં હોટેલમાં રૂમ મળવા પણ ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. અમદાવાદમાં ફાઈવસ્ટાર હોટલથી લઇ થ્રીસ્ટાર હોટલમાં તેજીનો માહોલ જોવા મળ્યો જેમાં હોટલના ભાડામાં 100% ટકાથી લઈ 300% સુધીનો વધારો જોવા મળ્યો જેમાં અમદાવાદમાં 50,000 સુધી ચાલતા ભાડાની રકમ 1.25 લાખ સુધી પહોંચીછે. અમદાવાદમાં મોટાભાગની હોટલો બુક થઈ ગઈ છે જેના કારણે લોકો અન્ય શહેરોમાં પણ હોટલ બુક કરાવી રહ્યા છે, જેમાં નડિયાદ, બરોડા અને આણંદમાં હોટલો બુક થઈ રહી છે. હોટેલ માલિકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હોટલ બિઝનેસમાં ખૂબ જ તેજી આવી ગઈ છે.