નેપાળના મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેપાળ સિસ્મોલોજી સેન્ટર અનુસાર 23 નવેમ્બર વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટી નુકશાની અંગે કોઈ માહિતી નથી. આ મહિનાની શરૂઆતમાં 3 નવેમ્બરે નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે નેપાળમાં અનુભવાયેલા 6.4ની તીવ્રતાના ભૂકંપમાં જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. તે દરમિયાન 157 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા.