રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)ના નિયમોમાં ટુંક સમયમાં જ મોટા ફેરફારની તૈયારી છે. એસએસડબલ્યુ અંતર્ગત એનપીએસ ખાતામાંથી ફંડ ઉપાડને 60 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી શકે છે. પેન્શન કોર્ષ નિયામક (પીએફઆરડીઓ)ના અધ્યક્ષ ડો.દિપક મોહંતીએ હાલમાં જ આયોજીત એનપીએસ ચિંતન શીબીરમાં આ બાબતનાં સંકેત આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પીએફઆરડીએએ હાલમાં જ એનપીએસ સભ્યો માટે વ્યવસ્થિત રકમના ઉપાડની સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત સદસ્ય સેવા નિવૃતિ કે 60 વર્ષ બાદ મળનારી 60 ટકા પરિપકવતા રકમને માસીક ત્રિમાસીક છ માસીક કે વાર્ષિક આધારે કાઢી શકે છે. આ સુવિધા સેવા નિવૃતિની તારીખથી શરૂ કરીને 75 વર્ષની ઉંમર સુધી ઉપલબ્ધ છે. પહેલા આ ફંડને તેનાથી વાર્ષિક આધારે કે એકિકૃત રકમ ઉપાડવાની અનુમતી હતી.
ગ્રાહકોએ એસએલડબલ્યુ સુવિધા શરૂ કરાવવા માટે ઓનલાઈન કે ઓફલાઈન મોડથી એકવાર નિવેદન કરવુ પડશે. ગ્રાહકે આ સુવિધાને શરૂ અને પુરી કરવાની તારીખ બતાવવી પડશે.સાથે સાથે એ પણ બતાવવુ પડશે કે તે કેટલી રકમ કેટલા અંતરોલ ઈચ્છે છે. દરેક પેમેન્ટ બાદ બાકી રકમ એનપીએસમાં રોકાણ તરીકે યથાવત રહેશે.આ રકમ પર રીટર્ન મળતુ રહેશે.