વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ઈન્ડીયાનો જાદુ હવે નજરે ચડી રહ્યો છે! કોરોના કાળ બાદની સૌથી સારી દિવાળી આ વર્ષે હતી તેમ માનવામાં આવે છે અને તે સાથે જ દિવાળીના સપ્તાહમાં કરન્સી સકર્યુલેશન એ સતત બીજા વર્ષે નીચું રહ્યું છે. દિપાવલીમાં લોકોએ ખર્ચ-ખરીદીમાં કોઈ કચાશ બાકી રાખી ન હતી. પરંતુ તેમાં ડીજીટલ પેમેન્ટની બોલબાલા રહી હોવાનું પણ મનાય છે તો બીજી બાજુ 2000ની ચલણી નોટો જે સકર્યુલેશનમાંથી પાછી ખેંચાઈ તેની અસર પણ કરન્સી સરકર્યુલેશનમાં જોવા મળી છે.
છેલ્લા 20 વર્ષમાં આ પ્રકારે સતત બીજી વખત આ સ્થિતિ બની છે. લોકો હવે વધુને વધુ ડીજીટલ મોડમાં જવા લાગ્યા છે તે પણ એક સંકેત છે. રીઝર્વ બેન્ક દ્વારા ગઈકાલે રિલીઝ થયેલા ડેટા દર્શાવે છે કે તા.17 નવે.ના પુરા થયેલા દિપાવલી સપ્તાહમાં કરન્સી સરકયુલેશન-રોકડ નાણાની હેરફેરમાં રૂા.5934 કરોડનો ઘટાડો થયો અને કુલ 33.60 લાખ કરોડનું સકર્યુલેશન થયું હતું. દિપાવલી સપ્તાહ તા.10થી 17 નવેમ્બર સુધીનું ગણવામાં આવ્યું હતું. લોકોનો ડીજીટલ પેમેન્ટ પ્રેમ વધ્યો છે તે પણ આંકડાઓથી પુરવાર થઈ રહ્યું છે. ઓકટોબર-2023માં 83.3 કરોડ ડીજીટલના ડીજીટલ વ્યવહારો વધ્યા અને કિંમતના સ્વરૂપમાં 1.36 લાખ કરોડના વધ્યા હતા. 2021માં દિવાળીમાં કરન્સી સકર્યુલેશન (કેશ વ્યવહારો) દિપાવલીના તહેવારોમાં રૂા.44000 કરોડ 2023ના અત્યાર સુધીના કરન્સી સકર્યુલેશન રૂા.22721 કરોડ ઘટયું હતું.