જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 26 કલાકથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ કારી નામના એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. ડિફેન્સ PRO અનુસાર કારી પાકિસ્તાની નાગરિક છે, તેને પાક અને અફઘાન મોરચા પર ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો.
કારી લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો અને છેલ્લા એક વર્ષથી પોતાના ગ્રુપ સાથે રાજૌરી-પૂંછમાં એક્ટિવ હતો, તેને ડાંગરી અને કંડી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવતો હતો. કારીને જમ્મુમાં આતંકવાદને ફરી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હતો. તે IEDમાં સ્પેશ્યાલિસ્ટ હતો અને ગુફાઓ સામે છુપાઇને કામ કરનાર ટ્રેન્ડ સ્નાઇપર પણ રહ્યો હતો.