ઉતરકાશીમાં સિલકયારા ટનલમાં નિર્માણ વખતે 41 મજુરો જેટલા મજુરો છેલ્લા 14 દિવસથી ફસાયેલા છે. આ મજુરોને બચાવવાની અને સહી સલામત બહાર કાઢવાની કામગીરીમાં એક પછી એક અનેક વિધ્નો આવતા રહે છે, આ મામલે મશીન બંધ પડી જતા હોવાના કારણે જે થોડા અંતરની દુરી છે તેમાંથી ફસાયેલા મજુરોને મશીનના બદલે મેન્યુઅલી એટલે કે હાથેથી ડ્રીલીંગ (ખોદાણ) કરીને બચાવ અભિયાન ચલાવવામાં આવશે.
બીજી બાજુ કોંગ્રેસે સિલકયારા સુરંગને લઈને સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ પ્રદેશ ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાએ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી કેબીનેટ કમીટીના એસ્કેપ પેસેજના નિર્ણયના પ્રમાણને દર્શાવી સુરંગ નિર્માણમાં ગંભીર અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર બતાવે કે એસ્કેપ પેસેજ અને ઈમર્જન્સી એકઝીટ (કટોકટીના સમયમાં ટનલમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા)ના પહાડમાં સુરંગ નિર્માણનો ખેલ કોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
હવે હાથેથી ડ્રીલીંગ (ખોદાણ) કરી મજુરો સુધી પહોંચવા પ્રયાસ: ડ્રીલીંગ મશીન વારંવાર બંધ થઈ જતું હોવાથી ડ્રીલીંગ મશીન ગુરુવારે બપોરથી બંધ છે. હવે લગભગ 10થી12 મીટરનું ખોદાણ બાકી છે પરંતુ હજુ ટનલમાં કયાંક સળીયા તો કયાંક પથ્થરો મજુરો સુધી પહોંચવામાં વિધ્ન બની રહ્યા છે. બીજી બાજુ મેન્યુઅલ ડ્રીલીંગ એટલે કે હાથેથી ખોદકામમાં સમય લાગી શકે છે. તેમાં અંદર ફસાયેલા મજુરો પણ તેમના તરફથી પ્રવાસ કરી શકે છે. તમામ વિધ્નો અને આશાઓ વચ્ચે હવે એ વાત પર પણ વિચાર થઈ રહ્યો છે કે શા માટે અંદર ફસાયેલા મજુરો દ્વારા જ અંદરની તરફનો 9 મીટરનો કાટમાળ હટાવવામાં ન આવે. જો આ પ્લાન કામ કરી ગયો તો શ્રમિક જલદી બહાર આવી શકે છે.





