પીએમ નરેન્દ્ર મોદીએ આજે તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી.
વડાપ્રધાને ‘મેક ઈન ઈન્ડિયા’ પર ઘણો ભાર મૂક્યો છે. આ સાથે આજે પીએમ મોદીએ બેંગલુરુમાં ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ મલ્ટી-રોલ ફાઈટર જેટને મંજૂરી આપી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે ઘણી પહેલ શરૂ કરી છે. કહેવાય છે કે મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટીવએ ભારતની આ પહેલને પુશ આપ્યું છે. ભારત તેની સંરક્ષણ જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે. હવે અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઓછી થાય તે માટે સ્થાનિક સ્તરે હથિયારો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.