ભાવનગર મહાપાલિકા દ્વારા આજે ત્રીજા દિવસે સંકલિત સફાઇમાં રામમંત્ર મંદિર સર્કલ, દુઃખીશ્યામબાપા સર્કલ, લીલા સર્કલ, હિલપાર્ક ચોકડી થઇ સિદસર રોડ સુધીનો રાઉન્ડ લેવાયો હતો. સઘન સફાઇ માટેની આ ઝુંબેશમાં કચરા અને ગંદકી સાથે દબાણોનો પણ સફાયો થયો હતો. શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટરએ હોÂસ્પટલ માટેનો એન્ટ્રી ગેટ ગેરકાયદે રીતે ઉભો કરેલો હોવાનું જણાતા કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું હતું. આ ઉપરાંત કંસારાના કાંઠે ખોડિયાર પાઉંભાજીએ ખડકેલો ગેરકાયદે શેડ પણ ઉખેડી ફેંકાયો હતો.
મહાપાલિકા દ્વારા સંકલિત સફાઇમાં આજે રામમંત્ર મંદિર સર્કલથી શ્રીગણેશ કરાયા હતાં. એ સાથે જ ડોક્ટર સાચપરાની હોÂસ્પટલવાળુ બિલ્ડીંગ ઝપટે ચડ્યું હતું. બિલ્ડીંગમાં ચારેબાજુ ધંધાર્થીઓએ ગેરકાયદે શેડ સહિતના દબાણો ખડક્યા હતાં જે તોડી પાડી તંત્રએ માલ-સામાન જપ્ત લીધો હતો. ડોક્ટર સાચપરાની હોÂસ્પટલ માટે બનાવાયેલ એન્ટ્રી ગેટ પણ નિયમથી વિરૂદ્ધ હોવાનું જણાતા કોર્પોરેશનના બુલડોઝરના ઝપટે ચડેલ. રામમંત્રથી આગળ વધતા કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર ઝોન માટે બનાવાયેલ પ્લેટફોર્મ પર કાયમી ધોરણે ખડકાયેલ કેબીનો જપ્ત કરાયા હતાં. જ્યારે વાહન પા‹કગ પોઇન્ટ બનાવી પાંચ જેટલા વાહનો ગેરકાયદે રીતે પાર્ક થયેલા હોય તેને લોક મારવામાં આવ્યા હતાં. જ્યારે એક પશુપાલકે સ્ટ્રીટ વેન્ડરના પ્લેટફોર્મ પર ઉકરડો ખડકતા ભરી લેવામાં આવ્યો હતો. એક ઓટલો ચણવામાં આવ્યો હતો તેને તોડી પડાયો હતો. ત્યાંથી આગળ દુઃખીશ્યામબાપા સર્કલમાં પેટ્રોલ પંપની બાજુમાં ગેરકાયદે ખડકાયેલ કેબીન જપ્ત લઇ અન્ય માલ-સામાન પણ કબ્જે લેવાયો હતો. જ્યારે કંસારાના કાંઠે ખોડિયાર પાઉંભાજીમાં અડધો શેડ અને કાટખુણાની દિવાલ ગેરકાયદે હોવાથી તોડી પડાયેલ. લાકડાના ધંધાર્થીનો શેડ જમીન દોસ્ત કરાયો હતો. જ્યારે લીલા સર્કલમાંથી મંડપવાળાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ, એસ્ટેટ, રોશની, દબાણ, રોડ, ગાર્ડન સહિતના વિભાગો આજની કામગીરીમાં જાડાયા હતાં. ત્રણ જેસીબી, ચાર ટ્રક અને એક ક્રેઇન સાથે તંત્રવાહકોએ મ્યુ. કમિશનર ઉપાધ્યાય અને ડે.કમિશનર બ્રહ્મભટ્ટની ઉપÂસ્થતિ અને માર્ગદર્શન તળે સપાટો બોલાવ્યો હતો.
રૂ.૩૦ હજાર દંડ વસૂલાયો
કોર્પોરેશનની આજની સઘન સફાઇમાં લીલા સર્કલ પાસે કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદે રીતે ઘુસી વેપાર કરતા ટાઇલ્સના વેપારી તેમજ અન્ય પાસેથી રૂ.૩૦ હજારનો દંડ વસૂલાયો હતો. ગેરકાયદે મુકાયેલું જનરેટર તેમજ ગંદકીનો મામલો તંત્રને ધ્યાને આવતા કડક કાર્યવાહી કરાઇ હતી.
ચોકઅપ થયેલી સ્ટ્રોમ લાઇનમાંથી એઠવાડ સહિતની ગંદકી દુર કરાઇ
કોર્પોરેશન દ્વારા ભાવનગરને સ્વચ્છ બનાવવા સઘન સફાઇ અભિયાન ચાલી રહ્યું છે જેમાં આજે રામમંત્રથી દુઃખીશ્યામબાપા સર્કલ વચ્ચેના નાળામાં સ્ટ્રોમ લાઇનમાં એઠવાડ વહાવવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા છથી આઠ ફુટ સુધીનું ચોકઅપ દુર કરી દુર્ગંધ મારતો એઠવાડની સફાઇ કરાઇ હતી.