ભાવનગરમાં સિંધુનગરમાં ગત તા.૨૫ ઓક્ટોબરના રાત્રે રાજાઇ હોલમાં એક પ્રસંગમાં ઉપÂસ્થત બાળકો રમી રહ્યા હતા ત્યારે એક ૯ વર્ષીય બાળક અકસ્માતે કુવામાં પડી ગયેલ જેથી દોડધામ મચી હતી અને ઉપÂસ્થતોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતાં. આ ઘટના બનતા સ્થાનિક સેવાભાવી બાળકને બચાવવા કુવામાં ઉતરેલ જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરાતા તંત્ર પણ દોડ્યું હતું અને સદનસીબે બાળકનો બચાવ થયો હતો. રાજાઇ હોલના ટ્રસ્ટીઓએ ગુનાહીત બેદરકારી દાખવી કુવો ખુલ્લો મુકી દઇ અકસ્માતને આમંત્રણ આપ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ મ્યુ. કમિશનરને કરાઇ છે. જેમાં જણાવ્યા મુજબ આ ઘટના રાજાઇ હોલની પ્રિમાઇસીસમાં ગાળવામાં આવેલ કુવામાં બની છે તેમ છતાં ટ્રસ્ટીઓએ ફાયર બ્રિગેડ તંત્રને આ કુવો રાજાઇ હોલની પાસે આવેલો છે તેવું જુઠાણુ ચલાવ્યું છે.
શહેરના સરદારનગરમાં રહેતા હિતેશભાઇ કિશનચંદ રાજાઇએ મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, સિંધુનગર Âસ્થત રાજાઇ હોલમાં એક પ્રસંગમાં સહભાગી થવા ગત તા.૨૫-૧૦ રાત્રીના સમયે પોતાના બાળક સાથે ગયા હતાં. આ સમયે અન્ય બાળકો સાથે તેમનો બાળક રમી રહ્યો હતો ત્યારે અકસ્માતે ૩૦ ફુટ ઉંડા અને ૮ ફુટ પાણીથી ભરેલા ખુલ્લા કુવામાં પડ્યો હતો જેથી સ્થાનિક સેવાભાવીઓ અને ફાયર બ્રિગેડની મદદથી બાળકને મહામહેનતે બહાર કાઢી ૧૦૮ મારફતે સર ટી. હોÂસ્પટલ ખસેડાયેલ. સદનસીબે બાળકનો બચાવ થયો છે પરંતુ રાજાઇ હોલના ટ્રસ્ટીઓ તથા વહિવટકર્તા લોકોની બેદરકારીથી ભવિષ્યમાં હજુ પણ આ પ્રકારની દુર્ઘટનાનો ભય રહેલો છે.
રાજાઇ હોલની પ્રિમાઇસીસમાં કુવો ગાળવામાં આવ્યો છે તેને યોગ્ય રીતે ઢાંકવાની બદલે માત્ર પાર્ટીશન કરાયું હતું જેથી આ ઘટના બની છે જે ટ્રસ્ટીઓની બેદરકારી પુરવાર કરે છે. વધુમાં રાજાઇ હોલના બિલ્ડીંગમાં ઉપરના માળની બારીઓની ગ્રીલ યોગ્ય ઉંચાઇ નહીં હોવાથી બાળકો ઉપરથી પડે તેવો ભય છે. ચાર વર્ષ પૂર્વે સબંધિતોનું ધ્યાન દોરવા છતાં હજુ ઘટતું કરાયું નથી. રાજાઇ હોલમાં વીજ કનેકશનના બોક્સ-જંક્શન ખુલ્લા અને ભયજનક Âસ્થતિમાં છે, અન્ય એક જુનો કુવો છે તેને પણ યોગ્ય રીતે ઢાંકવામાં આવ્યો નથી. વધુમાં આક્ષેપ કરાયો હતો કે, ૨૫-૧૦-૨૩ની ઘટના પરથી બોધપાઠ લઇને ટ્રસ્ટીઓ તથા વહિવટકર્તાઓ દ્વારા પગલા ભરવાને બદલે અમો અરજદારને યેનકેન પ્રકારે દબાવવાના પ્રયાસો થઇ રહ્યા છે આથી કડક કાર્યવાહી કરવા કમિશનરને આ રજૂઆતમાં જણાવાયું છે.
રાગદ્વેષ રાખીને રજૂઆત થઇ હોવાનું જણાવતા આગેવાનો
રાજાઇ હોલના ટ્રસ્ટીઓએ ગુનાહિત બેદરકારી દાખવ્યા અંગેની રજૂઆતમાં રાગદ્વેષ રખાયો હોવાનું એક આગેવાને જણાવ્યું હતું. રજૂઆતમાં થયેલા આક્ષેપોમાં તથ્ય નહીં હોવાનું કહી વધુમાં આ સમાજનો આંતરિક મામલો છે તેમ ઉમેર્યું હતું.