ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ.
કોરોના માંડ શાંત પડ્યો ત્યાં હવે ચીનના વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.
એક બાજુ શિયાળો અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ હોવાથી પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યના સબંધિત વિભાગને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવા પર સતત નિરીક્ષણ કરવા ખાસ જણાવાયું છે. વધુમાં મિશ્રઋતુને ધ્યાને લઇ વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે. બીજી તરફ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કેવી તૈયારી છે.તે પણ જણાવવા કહ્યું છે. હોસ્પિટલમાં બેડ, માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની સુવિધા મામલે પણ જણાવાયુ છે.