એક તરફ કેનેડા સાથે ભારતના તનાવભર્યા સંબંધોની ચર્ચાથી અહી અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પ્રશ્ર્ન છે તો અમેરિકાએ ગત વર્ષે 1.40 લાખ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિસા આપીને રંગ રાખ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે સતત ગાઢ બનતા જતા સંબંધોના આ પુરાવા ગણાય છે અને આ વર્ષે પણ ભારતીય વિદ્યાર્થી વિસાની માંગને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરશે.
અમેરિકાના વિસા સેવા વચ્ચેના ડેપ્યુટી આસીસ્ટન્ટ ઓફ સ્ટેટ જુલી સ્ટેટે એક વાતચીતમાં જણાવ્યું કે ભારત ખાતેના અમેરિકી રાજદ્વારી મીશન ભારતીય વિદ્યાર્થીઓને વિસા પ્રક્રિયા પુરી કરી શકાય તે માટે સપ્તાહના છ-સાત દિવસ કામ કરે છે. અમોને એ ગૌરવ છે કે અમો ભારત માટે આ કરી રહ્યા છે અને પ્રથમ વખત એ બન્યું છે કે અમોએ ભારતીય માટે 10 લાખ વિસાનો જે વિસા લક્ષ્યાંક રાખ્યો તે હાંસલ કર્યા અને તેનાથી પણ વધુ વિસા આવ્યા હતા.