ઓરિસ્સાના ભુવનેશ્વરના જંગલમાં દુર્લભ કાળો દીપડો જોવા મળ્યો હતો. રાજયમાં વાઘોની ગણતરી દરમિયાન તેની હાજરી જોવા મળી હતી. આ દુર્લભતમ વન્ય જીવની રક્ષાને ધ્યાનમાં રાખીને એ જગ્યાનું નામ નથી જાહેર કરાયું જયાં તે જોવા મળ્યો હતો.
ઓરિસ્સા ઉપરાંત કાળો દીપડો કર્ણાટક, મહારાષ્ટ્ર અને છતીસગઢમાં પણ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે દીપડાનો રંગ પીળો કે હળવો લાલ હોય છે. આનુવંશિક ઉત્પરિવર્તનના કારણે તેનો રંગ લાલ હોય છે. તેના જીનમાં મેલાનિજમ નામની પ્રક્રિયા થાય છે. આથી તેને ઘાટા કાળા વાળ ઉગે છે અને તે કાળો દેખાય છે.