આર આર કાબેલ કંપની અને તેને સંલગ્ન ગ્રુપની અન્ય કંપનીઓમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે શુક્રવારે સતત ત્રીજા દિવસે આ તપાસ ચાલુ રહી હતી. ઇન્કમટેક્સ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ કંપનીના 2700 ના અંદાજે છ જેટલા લોકર સીલ કરવામાં આવ્યા છે જ્યારે કંપનીનો ટર્નઓવર ખૂબ જ મોટા પ્રમાણમાં ને વિદેશ સુધી ફેલાયેલું હોવાથી દસ્તાવેજો જપ્ત કરી તેની ચકાસણીની પ્રક્રિયામાં લાંબો સમય જાય તેમ જણાય છે હાલ કેટલું કાળુ નાણું મળ્યું તે અંગે આઈટી વિભાગે સ્પષ્ટતા કરી નથી.
દેશની વાયર સંલગ્ન કંપનીઓમાં ટોચની પાંચ કંપનીઓમાં આર આર કાબેલ નું નામ આવે છે છેલ્લા ઘણા સમયથી કંપનીએ ખૂબ જ પ્રગતિ કરી હોવાનું ચર્ચા માટે બીજી તરફ શુક્રવારે ઇન્કમટેક્સની તપાસ વચ્ચે પણ કંપનીનો શેર નો ભાવ 22 રૂપિયા જેટલો વધ્યો હતો.