છત્તીસગઢના દંતેવાડામાં ફરી એક વખત નક્સલીઓએ નાપાક હરકત કરી છે. નક્સલીઓ દ્વારા દંતેવાડામાં CRPFના જવાનોને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન CRPFના ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
છત્તીસગઢ દંતેવાડામાં બારસૂર વિસ્તારમાં નક્લસીઓ દ્વારા લગાવવામાં આવેલા બેનરને હટાવવા દરમિયાન IED બ્લાસ્ટમાં CRPFના ચાર જવાન ઘાયલ થયા હતા. દંતેવાડા પોલીસ અનુસાર, ઘાયલ જવાન ખતરાની બહાર છે અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાક દિવસ પહેલા છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા દરમિયાન ધમતરીમાં સીઆરપીએફની ટીમ પર નક્સલી હુમલો થયો હતો. પેટ્રોલિંગ પર નીકળેલા CRPF અને DRGની ટીમ પર નક્સલીઓએ એક પછી એક IED બ્લાસ્ટ કર્યા હતા.