રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા અમદાવાદમાં ભાજપ કાર્યાલયે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ હાથમાં ઝંડા, ઢોલ નગારા, ફટાકડા ફોડીને ઉજવણી કરી તો મહિલા કાર્યકર્તાઓએ ગરબા રમીને ઉજવણી કરી હતી.
અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતા. શહેર પ્રમુખ સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. તો બીજી તરફ ભાજપના કેટલાક કાર્યકરો રાહુલ ગાંધીના ફાટા સાથે બેનર ઉપર “મૈં હુ અસલી પનોતી” લખીને આવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય ખાતેમાં હાજર રહ્યા હતા. ભાજપની ભવ્ય જીત બદલ તેઓએ કમળ બતાવી અને કાર્યકર્તાઓ પર ગુલાબની પાંદડીઓની વર્ષા કરી હતી. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો તેઓએ આભાર માન્યો હતો. અમદાવાદ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી-આતાશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.