શેરબજાર આજે એટલે કે 4 ડિસેમ્બરે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સે પ્રથમ વખત 68 હજારની સપાટી વટાવી છે. તે 954 પોઈન્ટના વધારા સાથે 68,435ના સ્તરે ખુલ્યો હતો. આ તેની ઓલ ટાઈમ હાઈ છે. ભાજપે 3 રાજ્યની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. નાણા નિષ્ણાતોનાં માનવા પ્રમાણે વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી સ્ટોક માર્કેટમાં ઉછાળો આવ્યો છે. જોકે આ ઉછાળો સ્થાયી નહીં હોય.
સ્ટોક માર્કેટ પર વધુ અસર જિયોપોલિટિક્સ, તેલની કિંમતો અને કેન્દ્રીય બૅન્કની નીતિઓની થશે. ઇક્વિટી માર્કેટની દિશા સ્થાનિક અને વિદેશી બંને રોકાણથી નક્કી થાય છે. અલબત્ત રાજકીય પંડિતો આ વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણીની સેમી ફાઇનલ સમાન જોઇ રહ્યા છે. ગયા સપ્તાહમાં જ સેંસેક્સમાં 1511 પૉઇન્ટ અને નિફ્ટીમાં 473 પૉઇન્ટનો ઉછાળો આવ્યો હતો. એ ગાળામાં એફઆઇઆઇ અને ડીઆઇઆઇ દ્વારા 14950 કરોડનું રોકાણ ભારતીય બજારમાં કરવામાં આવ્યું હતું.