પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીઓની રહસ્યમયી હત્યાઓ વચ્ચે જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ગ્લોબલ આતંકી અને લશ્કર કમાન્ડર સાજિદને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે મુંબઇમાં થયેલા 26/11 હુમલાનો મુખ્ય ષડયંત્રકારમાંથી એક છે.
ગત વર્ષે જૂનમાં એન્ટી ટેરરિજમ કોર્ટે મીરને સજા સંભળાવી હતી તે પછી તે કોટ લખપત જેલમાં બંધ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે જેલની અંદર લશ્કર કમાન્ડરને ઝેર આપવામાં આવ્યું હતું અને તે પછી તે વેન્ટિલેટર પર છે. સાજિદ મીરને લઇને આ જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે આ રીતના ઇનપુટ મળી રહ્યા હતા કે તેને ડેરા ગાઝી ખાન જેલ મોકલવાની તૈયારી ચાલી રહી છે. મીરને હૉસ્પિટલમાં દાખલ કરવાને લઇને સૂત્રોના હવાલાએ આ વાત પણ કહેવામાં આવી રહી છે કે આ વિદેશી તાકાતોને ચમકાવવાની ચાલ હોઇ શકે છે. પાકિસ્તાનની ઉપર લશ્કર કમાન્ડર વિરૂદ્ધ કડક એક્શન લેવાનું દબાણ વધતુ જઇ રહ્યું હતું.
આતંકી મીરને ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સાથે જ તેના પર 4.2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી આ એક્શન ભારે દબાણ પછી ભરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સરકાર સામે FATFની કાર્યવાહીથી બચવાનો આ એક રસ્તો હતો. મહત્ત્વપૂર્ણ છે કે FATF એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે આતંકના મની લોન્ડ્રિંગના કેસને ટ્રેક કરે છે. મીરને ગત એપ્રિલમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો જ્યારે જેલની સજા તો તેને જૂન 2022માં સંભળાવવામાં આવી હતી.
ભારતીય જાસુસી વિભાગના સુત્રોનું કહેવું છે કે મીરને ઝેર આપવાની વાત પાકિસ્તાનની ચાલ પણ હોઇ શકે છે. લશ્કર આતંકીને અમેરિકા સમર્પણ કરવાના બચાવનો પ્રયાસ હોઇ શકે છે. અમેરિકન તપાસ એજન્સી FBI પહેલા જ સાજિદ મીરના માથા પર 5 મિલિયન ડૉલરનું ઇનામ જાહેર કરી ચુકી છે. અમેરિકન સરકારની વોન્ટેડ લિસ્ટમાં મીરનું નામ નોંધાયેલું છે. પાકિસ્તાન પહેલા પણ મીરના મોતના દાવા કરી ચુક્યુ છે. જોકે, તેની વાત પર ના તો ભારત અને ના તો પશ્ચિમી દેશોને વિશ્વાસ થયો મહતો. જ્યારે આતંકીના મોતના પુરાવા માંગવામાં આવ્યા તો પાકિસ્તાન ઇનકાર કરતુ રહ્યું હતું.