EDએ લોરેન્સ બિશ્નોઇના હરિયાણા અને રાજસ્થાનમાં લગભગ એક ડઝન સ્થળો પર દરોડા પાડ્યા છે. EDએ મની લોન્ડ્રિંગમાં સામેલ ગેન્ગસ્ટરો પર કાર્યવાહી હાથ ધરી છે. કહેવામાં આવે છે કે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને કાલા જાથેદી અને તેના સાગરિતો સાથે જોડાયેલા સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને કાલા જાથેદીના ઘણા સાગરિતો ખાલિસ્તાની સમર્થકો સાથે સંબંધ ધરાવે છે. મની લોન્ડ્રિંગ સાથેના તેના કનેક્શનનો પર્દાફાશ કરવા માટે તેના વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.