અમદાવાદથી દૂબઇ જતી સ્પાઇસજેટની એક ફ્લાઇટ કોમેડિકલ ઇમરજન્સી પછી પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઇટમાં સવાર એક મુસાફરનું સ્વાસ્થ્ય બગડતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
એરલાઇન્સે જણાવ્યુ કે અમદાવાદથી દૂબઇ જતી ફ્લાઇટમાં એક યુવકની અચાનક તબીયત બગડી હતી જે બાદ મેડિકલ ઇમરજન્સીને જોતા ફ્લાઇટને કરાચી ડાયવર્ટ કરવામાં આવી છે. એરલાઇન્સ અનુસાર સ્પાઇસજેટની બોઇંગ-737 ફ્લાઇટની કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે.