ભારતીય સીને જગતના ગ્રેટ શો મેન રાજકપુર ભારત સહિત વિશ્વના માનવ હ્દયમા સ્થાન પામેલ એક માત્ર સુપરહિરો છે RKના હુલામણા નામથી આ મહાનાયકે કોમનમેન તરીકે જગ પ્રસિધ્ધી મેળવી હતી અને ” આવારા હુ… “ગીત ને આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધી અપાવી હતી. જે હજુ પણ અકબંધ છે. આજે પણ ભારતીય નાગરિકને રશિયા, કેન્યા, તાનઝાનિયા, યુગાન્ડા જેવા આફ્રિકન દેશો તથા થાઇલેન્ડ, સિંગાપોર વિગેરેમાં “આવારા હુ…” ગીત ભારતીયતા દર્શાવવામાં મદદરૂપ બને છે.
રાજકપુરનુ જન્મ શતાબદી વર્ષ 14 ડીસેમ્બર (2023-’24 )થી શરૂ થાય છે. આ વર્ષની ઊજવણીના ભાગ રૂપે રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન તથા અંનતરસિક લલિતકલા ફાઉન્ડેશન દ્વારા 10 ડીસેમ્બરને રવિવારે બપોરે 3. થી 6 “કલ આજ ઔર કલ કાર્યક્રમનું આયોજન ઝવેચંદ મેધાણી મીની ઓડીટોરીયમમાં રાખેલ છે. જેમાં ભાવનગરના લોકપ્રિય કલાકારો રાજકપુરની ફીલ્મો તથા
જુની લોકપ્રિય ફિલ્મોના ગીતો રજૂ કરશે. રાજકપુરના ચાહકોને રોટરી રાઉન્ડ ટાઉન આમંત્રણ પાઠવે છે ( કાર્યક્રમ નિ:શુલ્ક છે ).