નાતાલના તહેવાર પર યુરોપમાં મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે. યુરોપિયન યુનિયનના અધિકારીઓએ આ અંગે ચેતવણી આપી છે. આ ચેતવણી બાદથી યુરોપિયન દેશોના નાગરિકોમાં ગભરાટ વધી ગયો છે. સમગ્ર વિશ્વમાં તેમજ ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા યુરોપિયન દેશોમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ક્રિસમસની તૈયારીઓના ઉત્સાહ વચ્ચે આતંકવાદી હુમલાની ચેતવણીથી યુરોપિયનોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.
EU હોમ અફેર્સ કમિશનરે મંગળવારે આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. તેમણે ચેતવણી આપી હતી કે ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચેના યુદ્ધને કારણે નાતાલની રજાઓ પર યુરોપને ‘આતંકવાદી હુમલાના મોટા જોખમ’નો સામનો કરવો પડે છે. ફ્રેન્ચ તપાસકર્તાઓએ પેરિસમાં એફિલ ટાવર પાસે થયેલા ઘાતક હુમલાની તપાસ કરતાં આ ચેતવણી જારી કરવામાં આવી છે.