રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં કુખ્યાત બિશ્નોઈ ગેંગની સંડોવણી જાહેર થઈ અને બે હત્યારાઓને ઝડપવા માટે રાજસ્થાન પોલીસે ટીમો બનાવી છે તથા હત્યારાઓની ઓળખ સીસીટીવી ફુટેજ પરથી મેળવી તેઓએ હરિયાણા ભણી નાસી છુટયા હોવાના સંકેત મળતા દિલ્હી-હરિયાણા-પંજાબ સરહદો પર પણ પોલીસ ટીમો ગોઠવાઈ ગઈ છે. રાજયના ડીજીપીએ દાવો કર્યો કે રોહિત ગોદરા ગેંગ દ્વારા આ હત્યાની જવાબદારી લેવામાં આવી છે.
આ ગેંગ બીકાનેર જીલ્લામાં વધુ સક્રીય છે તેની તમામ ત્યાં સુધી લંબાવાઈ છે. બન્ને હત્યારાઓ અત્યંત પ્લાનીંગ સાથે ઠંડા કલેજે આ હત્યા કરી હતી તેઓ વાતચીતના બહાને સુખદેવસિંહના ડ્રોઈંગ રૂમમાં આવીને થોડી મીનીટ વાતચીત કરી પછી ઉભા થઈને બન્ને શુટરોએ ગોળીઓ સુખદેવસિંહને ધરવી દીધી હતી તથા અહી ઉભેલા ગાર્ડ પણ ગોળી ચલાવી પણ તે હત્યારાઓને વાગી ન હતી. આ બાદ હત્યારાઓએ તેની સાથે આવેલા નવીન શેખાવતને પણ ગોળીઓ ધરબી હતી.