ઓરિસ્સાના કટક રેલ્વે સ્ટેશન પર ભૂવનેશ્વર-હાવડા જનશતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ નથી. આગ પર કાબુ મેળવવામાં આવ્યા પછી ટ્રેને પોતાની યાત્રા ફરી શરૂ કરી હતી.
જાણકારી અનુસાર, હાવડા જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના બ્રેક શૂથી ધુમાડો નીકળ્યા પછી આગની જ્વાળાઓ જોવા મળી હતી.ટ્રેનમાં આગ લાગતા જ મુસાફરોના જીવ અટકી ગયા હતા. બનાવની જાણ થતા જ રેલ્વે અધિકારી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને થોડી વાર પછી આગ પર કાબુ મેળવી લીધો હતો. ટ્રેનમાં આગ લાગતા જ તેના પર કાબુ મેળવવામાં આવતા જ મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી.