સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ડીવાઈડરની બીજી સાઈડ પર આઈસર કાર સાથે અથડાઈ. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા જ્યારે બે લોકોને ગંભીર ઇજા પંહોચી છે. ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર ગંભીર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં ચાર લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. તમામની ઓળખ કરસનભાઈ ભરતભાઈ, કિરણભાઈ મનુભાઈ, ઉમેશભાઈ જગદીશભાઈ અને કાનાભાઇ ભુપતભાઇ તરીકે કરાઈ છે. જ્યારે અમિતભાઈ જગદીશભાઈ અને કાનાભાઈ રાયધનભાઈ એમ બે વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી છે જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ગંભીર ઇજા પામેલા તમામ લોકો હળવદ ગોલાસણના રહેવાસી છે.