પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં છતીસગઢ, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે પ્રથમ વખત મળેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત હૈ ભાઈ સ્વાગત હૈ મોદીજી કા સ્વાગત હૈ ના નારાથી સંસદીય બેઠકનો હોલ ગાજી ઉઠયો હતો. ભાજપના આ પ્રચંડ વિજયનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે
તેઓએ છેલ્લા બે માસમાં જે રીતે વિધાનસભા ચુંટણીમાં પ્રચાર કર્યો તેના કારણે ભાજપને ત્રણ રાજયોમાં જબરી બહુમતી મળી હતી. વડાપ્રધાને તેમના સંબોધનમાં આ ચુંટણીમાં વિજયનો યશ પક્ષના લાખો કાર્યકર્તાઓને જાય છે તેવું સંબોધન કરીને તેમને મોદીજી તરીકે નહી સંબોધવા અપીલ કરતા કહ્યું કે મને મોદીજી બનાવીને જનતાથી દુર ન કરો હું મોદી જ છું. વડાપ્રધાને એ પણ કહ્યું કે આ કોઈની અંગત જીત નથી પણ સામુહિક જીત છે. તેમણે સાંસદોને આગામી લોકસભા ચુંટણી પર ટીમવર્કથી હવે વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી.





