ગરીબીમાં ગુજરાત દેશમાં 14મા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં 1.2 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આ વાત ખુદ કેન્દ્ર સરકારે સ્વીકારી છે. રાજ્યમાં સાડા છ કરોડની વસ્તી પૈકી એક કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે.
ગામડામાં રોજ 26 રૂપિયા અને શહેરમાં રોજ 32 રૂપિયા પણ ખર્ચી શકે નહીં તેને ગરીબી રેખા હેઠળની વ્યક્તિ ગણવામાં આવે છે. આ સામાન્ય ખર્ચ કરવામાં પણ સક્ષમ નથી તેવી વ્યક્તિઓની ગુજરાતમાં ઘણી મોટી સંખ્યા છે. લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે એ વાત કબૂલી કે, ગુજરાતમાં કુલ મળીને 1.02 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં 16.63 ટકા લોકો ગરીબ છે.