ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ ઉત્પાદન મોટા પાયે થાય છે પરંતુ હાલ ડુંગળીની નિકાસ નહી થતી હોવાથી ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળી રહ્યા છે તેથી ખેડૂતોમાં રોષ જાવા મળી રહ્યો છે. ડુંગળી નિકાસની છુટ આપવા કોંગ્રેસે માંગણી કરી છે અને જા ૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી આપવામાં આવે તો ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે તેવી ચીમકી આપવામાં આવી છે.
હાલ ડુંગળીની સીઝન શરૂ છે તેથી ભાવનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી સારી આવક છે પરંતુ ડુંગળીના પુરતા ભાવ આવતા નથી તેથી ખેડૂતોને નુકશાન થઈ રહ્યુ છે ત્યારે ડુંગળીની નિકાલ કરવાની છુટ આપવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગણી કરી છે અને જા આગામી ૬ દિવસમાં ડુંગળીની નિકાસની છુટ આપવામાં નહી આવે તો ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે. અત્યારે ડુંગળીની આવક માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં છે પરંતુ આ સરકારે નિકાસબંધી કરેલ હોવાથી ખેડુતોને ઓછા ભાવે ડુંગળીનું વેચાણ થાય છે. ઓછા ભાવે સરકારના મળતિયાઓ મોટા વેપારી તમામ માલની ખરીદી ઓછા કરે છે અને માલનો સંગ્રહ કરે છે, જયારે ખેડૂત પાસે માલ ના હોય ત્યારે આ ખેડૂત વિરોધી સરકાર નિકાસની છુટ આપે છે, તો અત્યારે ખેડૂતોને નિકાસની છૂટ દેવી જાઈએ જેથી ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી શકે.
ડુંગળીમાં નિકાસબંધી ખુલ્લી કરવામાં નહી આવે તો જિલ્લા કોંગ્રેસની આગેવાની હેઠળ ભાવનગર જિલ્લાના ખેડુતોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભાવનગર યાર્ડમાં ભાજપના કાર્યકર્તાઓને નોમીનેટ કરી વહિવટ ચલાવતો હોવાનો આક્ષેપ
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી થઈ નથી અને સરકાર ભાજપના કાર્યકરોને નોમીનેટ કરી યાર્ડ ચલાવે છે તેવો આક્ષેપ કરાયો છે. નાના વેપારીઓને પણ ખુબ મુશ્કેલી હોય તેનો પણ કોઈ ઉકેલ આવતો નથી. આ બાબતે યોગ્ય પગલા લેવા ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગણી કરી છે.






