ભજન લાલ શર્મા આજે 15 ડિસેમ્બરના રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સવારે 11.15 કલાકે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા પણ મંત્રીમંડળના સભ્યો તરીકે શપથ લેશે. રાજધાની જયપુરના રામનિવાસ બાગ સ્થિત આલ્બર્ટ હોલ મ્યુઝિયમની સામે રાજસ્થાનની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, છ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ સહિત જાણીતી હસ્તીઓ હાજરી આપશે.





