સંરક્ષણ મંત્રાલયે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતેથી એક સ્વદેશી હાઇસ્પીડ ફ્લાઈંગ વિંગ UAVની સફળ ઉડાનનું પરીક્ષણ કર્યું. જેનાથી ભારતને આવા પ્લેટફોર્મનું ઉત્પાદન કરવાની ટેક્નિક ધરાવતા દેશોની એક વિશેષ ક્લબમાં સ્થાન મળી ગયું. આ ફ્લાઇંગ ટેસ્ટનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ UAV ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ તરફથી ડિજાઈન કરાયું છે. આ મામલે મંત્રાલયે કહ્યું કે આ ઓટોનોમલ સ્ટીલ્થ યુએવીનું સફળ ટેસ્ટિંગ દેશમાં ટેક્નોલોજીની તત્પરતાના સ્તરમાં પરિપક્વતાનો પુરાવો છે. ટેલ લેસ કોન્ફિગ્યુરેશનમાં આ ટેસ્ટિંગ સાથે ભારત ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજીના નિયંત્રણમાં મહારત મેળવનાર દેશોની વિશેષ ક્લબમાં સામેલ થઇ ગયું.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ સિસ્ટમના સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, સશસ્ત્ર દળો અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે સ્વદેશી રીતે આવી મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીના સફળ વિકાસથી સશસ્ત્ર દળો વધુ મજબૂત બનશે.