મહુવાના વિક્ટર રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા પિતા-પુત્રી ઉપર મહિલા સહિત ચાર શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ટ્રેક્ટર અને જેસીબી ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર અર્થે હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવાના વિક્ટર રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસેની ઝુપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઈ પાંચાભાઇ શિયાળ તેમના વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ધીરુભાઈ વાસીયાની દીકરીને ભવાનીનગર વિસ્તારમાં રહેતો પ્રવીણ શિયાળ ભગાડી ગયો હોય સુરેશભાઈ શિયાળ બંને પરિવાર વચ્ચે સમાધાનના પ્રયત્નો કરતા હતા. ગઈકાલે સુરેશભાઈ શિયાળ હનુમાન મંદિર પાસે આવેલ પાન માવાની દુકાને ઉભા હતા તે દરમિયાન પ્રવીણ શિયાળ અને ગોપાલ બાલધીયા ત્યાં આવતા સુરેશભાઈએ તેને સમાધાન કરી લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા બંને શખ્સએ ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. દરમિયાન સુરેશભાઈની દીકરી તુલસીબેન વચ્ચે પડતા ગીતાબેન બાલધિયા અને ભોળાભાઈ બાલધીયાએ તેને પકડી રાખતા પ્રવિણ અને ગોપાલએ તુલસીબેનને ઓન લોખંડના પાઇપ વડે ઇજા કરી હતી. દરમિયાન લોકો ભેગા થઈ જતા આજે તો તમે બચી ગયા પણ હવે સામા મળશો તો ટ્રેક્ટર અને જેસીબી ચડાવી દઇને મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
આ બનાવમાં ઇજાગ્રસ્ત સુરેશભાઈ અને તેની દીકરીને સારવાર અર્થે હોÂસ્પટલ ખસેડવામાં આવતા સુરેશભાઈએ પ્રવીણ શિયાળ, ગોપાલ બાલધિયા, ગીતાબેન બાલધીયા અને ભોળાભાઈ બાલધીયા વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.