મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આજે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલ બાંધકામો સામે કાર્યવાહી કરાઇ હતી અને રસ્તાની જગ્યામાં ખડકાયેલ ત્રણ ઓરડી પર બુલડોઝર ફેરવાયું હતું. જ્યારે પતરાના છ શેડ દૂર કરાવ્યા હતાં. તો એક કેબીન અને ચાર લારી જપ્ત કરવામાં આવી હતી.