આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને પાક નુકસાનીના સર્વેથી લઈને કોરોના સુધીના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.
આ બેઠકમાં ખાસ વાયબ્રન્ટ ગુજરાતને લઈને ચર્ચા થશે. તો સાથે સાથે કમોસમી વરસાદમાં નુકસાનીના સર્વેની પણ સમીક્ષા કરવામાં આવશે. તો બીજી તરફ કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે ત્યાર કેબિનેટની બેઠકમાં કોરોનાને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને લઈને પણ સમિક્ષા કરવામાં આવશે. સાથે જ બજેટ સત્રની તૈયારીઓ તથા સત્રની તારીખ નિશ્ચિત થઈ શકે છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે. ત્યારે કેબિનેટ બેઠકમાં આ બજેટ સત્રને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.