AAP અને કોંગ્રેસના ધારાસભ્યના વધુ એક ધારાસભ્યના રાજીનામાં બાબતે સસ્પેન્સ છે. મહત્વનું છે કે, અગાઉ આપના એક અને ગઈકાલે કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે વધુ એક ધારાસભ્ય નારાજીનામું આપે તેવી અટકળો તેજ થઈ છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ધારાસભ્યના નામની અટકળો છે.
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ એકાએક રાજીનામું આપી દેતા આપમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યાં જ ગઈકાલે ખંભાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું. હજુ એક આપનાં ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા આ બાબતે ઉમેશ મકવાણાને પૂછતા આ વાતને અફવા ગણાવી હતી. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે.