ઈન્ફલ્યુએન્ઝા અને COVID-19 જેવા શ્વસન સંબંધી બીમારીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આગામી દિવસોમાં લાંબી રજાઓ, નાતાલ અને નવા વર્ષની રજાઓ આવશે આ સંદર્ભમાં કેટલાક પ્રોટોકોલ ધ્યાનમાં લેવાનું શક્ય છે. WHO એ નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ ગણાવ્યું છે. જેનો અર્થ એ છે કે તે ગંભીર થવાની સંભાવના ઓછી છે પરંતુ ફેલાઈ શકે છે, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ.
દિલ્હીમાં ડોકટરોએ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. તહેવારોની મોસમ પહેલા દેશમાં કોવિડ-19ના કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે, દિલ્હીના ડોકટરોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સાથે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને હેલ્ધી ડાયટ ખાવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડને લઈને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ JN.1 કેસ 8 ડિસેમ્બરે કેરળમાં હળવા લક્ષણો ધરાવતી 79 વર્ષીય મહિલા પાસેથી લેવામાં આવેલા નમૂનામાં મળી આવ્યો હતો. અગાઉ, તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો એક પ્રવાસી JN.1 વેરિયન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્વસન રોગના કેસોમાં વધારો અને દેશમાં કોરોના વાયરસના JN.1 પ્રકારની શોધ વચ્ચે સતત દેખરેખ રાખવા જણાવ્યું હતું.