વિપક્ષના 143 સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવા મામલે વિવાદ વધી રહ્યો છે. આજે INDIA ગઠબંધનના નેતાઓ રાજ્યસભામાં વિપક્ષના નેતાના કાર્યાલયમાં બેઠક કરશે. બેઠક પછી ગઠબંધનના સાંસદો વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે સંસદથી વિજય ચોક સુધી કૂચ કરશે.
સંસદના બાકી રહેલા શિયાળુ સત્ર માટે ગઈકાલે એટલે કે 20મી ડિસેમ્બરે બે સાંસદો સહિત કુલ 143 વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સાંસદોના સસ્પેન્શન પછી, મંગળવારે, 19 ડિસેમ્બરે, TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ સંસદ સંકુલમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. આ પછી વિવાદ ઉભો થયો છે.પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ મામલે પોતાના નિવેદનો આપ્યા છે.