Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા

ચિત્રદુર્ગ જિલ્લાની ઘટનામાં ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગયા બાદ સ્લીપર બસ સળગી ઉઠતા સર્જાઈ કરુણ ઘટના

dharmendravaghela by dharmendravaghela
2025-12-25 12:07:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ પાસે ત્યારે બની જ્યારે એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં તરત જ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘણા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, હિરિયૂરથી બેંગલુરુ તરફ જઈ રહેલી એક ટ્રકના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. તે જ સમયે, બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહેલી સ્લીપર બસ સાથે ટ્રકની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્લીપર કોચ બસ જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી અને રસ્તાની વચ્ચે જ ધડધડ કરીને સળગવા લાગી હતી.અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે બચાવ અને રાહત કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, કેટલાક મુસાફરો કોઈક રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકના ડ્રાઈવર સહિત 17 લોકો આગમાં જીવતા બળીને મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે, પોલીસે કહ્યું કે મૃતકોનો સત્તાવાર આંકડો ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષક રંજીતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેઓ પોતે તપાસની દેખરેખ રાખી રહ્યા છે. આ મામલે હિરિયૂર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટનાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 ના આ વ્યસ્ત માર્ગ પર ઘણા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ અને બળી ગયેલી બસને રસ્તા પરથી હટાવ્યા પછી ધીમે ધીમે વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

Tags: aagaccidentchitradurgakarnataka
Previous Post

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે ૧૦૧મી જન્મજયંતિ

Next Post

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.