લોકસભામાં ક્રિમિનલ લો સાથે જોડાયેલ ત્રણ બિલ બુધવારે પાસ થયા હતા અને આ ત્રણ બિલો પરની ચર્ચા સમયે ઘણી દલીલો થઈ હતી. એવામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન એટલે કે AIMIMના પ્રમુખ અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન ઘણા મુદ્દા ઉઠાવીને દલીલો કરી હતી.
ઓવૈસીએ આ દલીલો દરમિયાન કેટલાક પુરુષો સામે થતી શારીરિક સતામણી વિશે મુદ્દાઓ ઉઠાવ્યા હતા પણ જ્યારે તેમણે આ કહ્યું તો કેટલાક સંસદના સભ્યો હસવા લાગ્યા, જેના પર ઓવૈસીએ કહ્યું કે કદાચ તમને ખબર નથી પણ આવું થાય છે અને આ માટે કાયદાને તટસ્થ બનાવવાની જરૂર છે.