સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સર્જાયેલા જબરા ઘર્ષણ તથા દેશની સંસદના ઈતિહાસમાં પ્રથમ વખત 143 સાંસદોને સસ્પેન્સન વચ્ચે હવે વિપક્ષો આજે સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ કૂચ યોજવાનો અને બાદમાં જંતર મંતર અને મોક- પાર્લીયામેન્ટ પણ યોજાશે. સંસદની સુરક્ષાના મુદે ગૃહમંત્રીના નિવેદનની માંગ સાથે વિપક્ષોએ સરકાર સાથે જબરી ટકકર પસંદ કરી છે
છેલ્લા ચાર દિવસમાં 143 સાંસદો સસ્પેન્ડ થયા છે. જો કે બીજી તરફ સરકાર વિપક્ષના મોટાભાગના સભ્યોની ગેરહાજરીમાં એક બાદ એક મહત્વના ખરડા પસાર કરાવી રહી છે અને હવે સત્ર તેના આખરી તબકકામાં છે તે વચ્ચે વિપક્ષોએ હવે લડાઈ સંસદ બહાર લઈ જવા નિર્ણય લીધો છે. આજે સસ્પેન્ડ થયેલા સાંસદો સહિત તમામ વિપક્ષી સભ્યો એક જબરી વિરોધ કૂચનું આયોજન કરવા જઈ રહ્યા છે અને સવારે 10.30 થી 1 વાગ્યા સુધી સડક ગજાવશે. આ માર્ચનું નેતૃત્વ લેવા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી પણ સંસદભવન પહોંચી ગયા છે.