કેડિલાના સીએમડી રાજીવ મોદી પર થયેલા જાતિય સતામણીના કેસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં મહિલા પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ નહીં હોવાનું સરકારે સોગંદનામુ કર્યું હતું. જેમાં ટેક્નિકલ અને આર્થિક કારણોસર CCTV રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલા સોગંદનામાં કહેવાયું કે એક જ મહિના સુધી CCTV સંગ્રહી શકાય છે. ઓવરરાઇડ થઈને પછી નવું રેકોર્ડિંગ થાય છે જેથી તે સમયના ફૂટેજ ઉપલ્ધ નથી. વધુમાં કહ્યું હતું કે,
કોર્ટમાં અરજદારના વકીલે દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશનો આ અનાદર છે. સુપ્રીમ કોર્ટમાં પરમવીર સિંહ કેસના સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું છે તે મુજબ એક વર્ષ સુધી CCTV રેકોર્ડિંગ સાચવી રાખવા પડતા હોઈ છે. આ મામલે જાન્યુઆરીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના એસીપી હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હતી. મહિલા એસીપીએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.