અમદાવાદ શહેર પોલીસના આધિકારિક ટ્વીટર હેન્ડલથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે, “શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે.” ન્યુ ઈયર અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં દારૂ પાર્ટીઓ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે સતર્કતાના ભાગ રૂપે આ ટ્વીટ કરી જાહેરાત કરી છે ત્યારે ઘણાં લોકો આ મુહિમને પણ વધાવી રહ્યા છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં કૉમેન્ટ્સનો મારો ચાલુ થઇ થઇ ગયો છે. યુઝર્સ દ્વારા આ પોસ્ટ પર વ્યંગ કરીને હાસ્યાસ્પદ કૉમેન્ટ્સ કરવામાં આવી રહી છે. એક કોમેન્ટમાં યુઝર્સે લખ્યું છે કે, “જો નાગરિક દારૂડિયાઓને પકડીને કે માહિતી આપે તો….? અમારું તો વિચારો સાહેબ” બીજી એક રમુજી કોમેન્ટમાં લખવામાં આવ્યું છે કે, “એક અપ્રિલને વાર છે ભલા માણસ…! 200ની સામે 2000નો તોડ કરી અમદાવાદી ભાગી જશે એનું શું?” ત્રીજી કોમેંટમાં લખવામાં આવ્યું છે કે, “gmdc ગ્રાઉન્ડમાં રાત્રે પોલીસ કર્મચારી 2-3 વાગે ગાડીમાં જ દારૂ પીતા હોય છે તેની ઉપર નિયંત્રણ લાવો સાહેબ, પોલીસ વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર છે તે સૌ લોકો જાણે છે”